Saturday, July 15, 2017

ઈન્ટરનેટને લગતા અગત્યના શબ્દોની માહિતી

ઈન્ટરનેટને લગતા અગત્યના શબ્દોની માહિતી નીચે આપી છે:

ઈન્ટરનેટ - ઇન્ટરનેટ વિવિધ કમ્પ્યુટરો અને ડિજિટલ ઉપકરણોનું નેટવર્ક છે. ઇન્ટરનેટ દ્વારા અલગ અલગ કોમ્પ્યુટરો અને ઉપકરણો (જેવા કે મોબાઈલ) એક બીજા સાથે માહિતીની આપ લે કરી શકે છે.

વેબસાઈટ  - એ એક સંબંધિત વેબ પાનાઓનો સમૂહ છે જે ઈન્ટરનેટ પર એક નામથી  (website name) ઓળખાય છે. yahoo.com, google.com, amazon.com, flipkart.com એ જાણીતી વેબસાઈટના નામ છે. 

બ્રાઉઝર - વેબસાઈટ જોવા માટેનો કોમ્પ્યુટર પ્રોગ્રામ છે. ગૂગલ ક્રોમ (Chrome), ઈન્ટરનેટ એક્સપ્લોરર (Internet Explorer) અને મોઝિલા ફાયરફોક્સ(Mozilla Firefox) એ જાણીતા બ્રાઉઝર છે.

એચટીએમએલ(HTML) - HTML એટલે હાયપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ; જે વેબ સાઈટને બનાવવા માટેની એક કોમ્પ્યુટરની ભાષા છે.

IP એડ્રેસ - IP એટલે ઈન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ. તેનો ઉપયોગ ઇન્ટરનેટ પર કોમ્પ્યુટરને ઓળખવા માટે થાય છે. તેને કોમ્પ્યુટરનું સરનામું પણ કહી શકાય. 192.168.1.1 એક IP એડ્રેસનું ઉદાહરણ છે.

અપલોડ - તમારા કોમ્પ્યુટરથી ડેટાને બીજા કોમ્પ્યુટર પર મોકલવાની ક્રિયાને અપલોડ કહે છે.

ડાઉનલોડ - અન્ય કોમ્પ્યુટરથી ડેટાને આપણા કોમ્પ્યુટર પર લાવવાની ક્રિયાને ડાઉનલોડ કહે છે.

ઈમેલ - ઇલેક્ટ્રોનિક મેલ (ઇમેલ) એ લોકો વચ્ચે સંદેશાની આપ-લે કરવા માટેની સગવડ (એપ્લિકેશન) છે. ઈમેલના ઉપયોગથી તમે વિશ્વમાં ગમે તે સ્થળે સંદેશો મોકલી શકો છો.


No comments:

Post a Comment