Pages

Thursday, September 21, 2017

2G 3G 4G 5G Technology

1G, 2G, 3G, 4G અને 5G ટેક્નોલોજી

  • 1જી (અથવા 1-જી) વાયરલેસ ટેલિફોન ટેકનોલોજીની પ્રથમ પેઢી (મોબાઇલ ટેલિકોમ્યુનિકેશન)ની ટેક્નોલોજી છે. તે એનોલોગ ટેલિકમ્યુનિકેશન પર કામ કરે છે અને 1980 ના દાયકામાં પ્રચલિત હતી
  • 2 જી (અથવા 2-જી) ટેક્નોલોજી 1જી  કરતા ત્રણ વધારાના લાભો પૂરા પાડે છે
    • તેમાં ફોન પરની વાતચીત ડિજિટલ એન્ક્રિપ્ટ કરવામાં આવે છે  જે વધારે સુરક્ષિત છે.
    • 2 જી સિસ્ટમો પર ઘણાં વધુ મોબાઇલ ફોન એક સાથે વાપરી શકાય છે, તેથી સ્પેક્ટ્રમ પર વધુ કાર્યક્ષમ છે;
    • 2 જી મોબાઇલમાં ડેટા સેવાઓ વાપરી શકાય છે. જેમ કે એસએમએસ (શૉર્ટ મેસેજ સર્વિસ) મોકલી શકાય છે. 2 જી થી ટેક્સ્ટ સંદેશાઓ, ચિત્ર સંદેશાઓ અને એમએમએસ (મલ્ટિમિડીયા સંદેશ સેવા) જેવી સેવાઓ પૂરી પડી શકાય છે.
  • 3G ટેકનોલોજી ઓછામાં ઓછા 200 kbit / s ની માહિતી ટ્રાન્સફર રેટ પૂરી પાડે છે.
  • 4જી ટેક્નોલોજી વૉઇસની સાથે સાથે, મોબાઇલ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ એક્સેસ, વાયરલેસ મોડેમ સાથેના લેપટોપ્સ અને સ્માર્ટફોન્સમાં સુવિધાઓ પૂરી પાડે છે. 4જી આધારિત કેટલીક એપ્લિકેશન્સ આ પ્રમાણે છે: મોબાઇલ વેબ ઍક્સેસ, ગેમિંગ, આઇપી ટેલિફોની, મોબાઇલ ટીવી અને  વિડીયો કોન્ફરન્સિંગ.
  • 5જી એ પાંચમી પેઢીની નવીનતમ મોબાઇલ વાયરલેસ સ્ટાન્ડર્ડ છે. 5જી એ 4જી કરતાં વધુ ઝડપી હશે, 10,000 એમબીપીએસની સૈદ્ધાંતિક ડાઉનલોડ સ્પીડ સાથે તમામ સક્ષમ ઉપકરણોમાં ઉચ્ચ ઉત્પાદકતા માટે પરવાનગી આપશે.
* * * * *

No comments:

Post a Comment